STORYMIRROR

Bharti Dave

Romance Inspirational Thriller

4  

Bharti Dave

Romance Inspirational Thriller

કાજળભર્યાં નયન

કાજળભર્યાં નયન

1 min
280

રાત દિન છળે છે તારાં કાજળભર્યાં નયન,

મને જોવાં ગમે છે તારાં કાજળભર્યાં નયન,


નથી લાગતું મનડું જોયાં પછી તમોને,

હરપળ મને ચળે છે તારાં કાજળભર્યાં નયન,


આંખો બંધ કરીને કરૂં હું પ્રાર્થના પ્રભુને,

રાધાનું રૂપ ધરે છે તારાં કાજળભર્યાં નયન,


કથા કેમની લખું હું આંખોનાં કામણ કેરી ?

 શ્વાસ થઈ શ્વસે છે તારાં કાજળભર્યાં નયન,


કાળા ડિબાંગ વાદળ ગરજે અષાઢી બીજે,

વિરહમાં રડે છે તારાં કાજળભર્યાં નયન,


પ્રિયતમા બનીને મળવાં તમે જો આવો,

દોલત બધી રળે છે તારાં કાજળભર્યાં નયન,


વમળમાં ફસાઈ મઝધારે જીવન નૈયા,

કિનારે લાંગરે છે તારાં કાજળભર્યાં નયન,


Rate this content
Log in

Similar gujarati poem from Romance