STORYMIRROR

Rajeshri Thumar

Romance Thriller

4  

Rajeshri Thumar

Romance Thriller

ઝાકળ

ઝાકળ

1 min
327

રમતો પરોઢિયે સંતાંકૂકડી,

સર્જતો નયનરમ્ય દ્રશ્યો,


બનતી તરોતાંજા વનસ્પતિ,

ઝૂમી ઊઠતાંં જાણે પુષ્પો,

ઝાકળ બન્યું મોતી પાંદડે પાંદડે,


ફરી રહ્યા બધા વાદળોના દેશમાં,

આભ કરતું રોમાન્સ ધરતી સંગ,


કરતાં બતક, હંસ ગમ્મત પાણીમાં,

કરતાં ફડફડાટ સહેલતાં પાણીમાં,

ચારેતરફ છવાઈ સફેદ ચાદર,


જોઈ રંગીન ઝાકળ પડી ગઈ પ્રેમમાં,

ઠંડી શીતળતાંએ હરી લીધું મન,

થયો મીઠો સ્પર્શ ઝાકળ તણો,

થઈ ઊઠી હું રોમરોમ પુલકિત,


દોડે આલિંગન આપવા મને,

ઝૂમી ઊઠી હું એ ઝાકળ વર્ષા મહીં,

અડું ઝાકળ, અડું વાદળ, અડું પડતાં વરસાદને,

પડી ગઈ ટેવ જાણે આછકલું અડવાની.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance