માણસ
માણસ
કેટલો ઘાતક થયો માણસ જુઓ તો,
આમ શે આહત થયો માણસ જુઓ તો,
આજ બરબાદી નજરથી જોઈ લેજો,
ના કદી લાયક થયો માણસ જુઓ તો,
આ સદીઓથી અહીં જો યુદ્ધ ચાલે,
લાગતું પાગલ થયો માણસ જુઓ તો,
કોણ સમજાવે સમજદારો બધાં છે,
મોતનું કારણ થયો માણસ જુઓ તો,
અગ્નિથી પણ છે વધારે એ ભયાનક,
કેટલો દાહક થયો માણસ જુઓ તો,
કોઈ શાંતિદૂત થઈને આજ આવો,
સાવ આ પાગલ થયો માણસ જુઓ તો,
આવશે શું હાથમાં લોહી વહાવી,
કેમ ના માણસ થયો, માણસ જુઓ તો.
