પ્રયત્ન કર
પ્રયત્ન કર
મળે નિષ્ફળતા તો નિરાશ ના થઈશ,
મેળવી સફળતા તું છકી ના જઈશ,
મળે નિરાશા તો ફરી તું પ્રયત્ન કર,
હતાશ થયાં વિના ફરી કોશિશ તો કર,
હશે જો સાચો પ્રમાણિક પ્રયત્ન તારો,
હશે ઈશનાં પણ આશીર્વાદ સાથે તારી,
ભલે આવે વિરોધનો વંટોળ ન ડગીશ,
બસ ઈમાનદારીથી સાચો પ્રયત્ન કર,
ભલે થાય કોશિશો સાચાંને દબાવવાની,
બસ ખોટાંને ખોટો કહેવાની તું હિંમત કર,
સચ્ચાઈનો પથ છે ખૂબ કાંટાળો પણ,
તેનાં પર હિંમતથી ચાલવાનો પ્રયત્ન કર.
