લખી દઉં
લખી દઉં

1 min

89
કલમ સાથે મેં કેફ ભર્યો છે ઘૂંટી ઘૂંટી,
બેપરવા થઈ જાત પરે બેફામ લખી દઉં,
નામ થવાની આખી ઘટના યાદ રાખું,
બદનામીની વાતો બે મુદ્દામાં લખી દઉં,
કાગળ પર તો આજ સુધી મેં ખૂબ લખ્યું,
ઊભે મારગે પગલાંનો પયગામ લખી દઉં,
ખોવાયેલી યાદોથી મેળાપ કરાવો,
રાજીપામાં આખેઆખું ગામ લખી દઉં.