STORYMIRROR

Ashvin Kalsariya

Romance

4.8  

Ashvin Kalsariya

Romance

ખૂબ અઘરું હોય છે

ખૂબ અઘરું હોય છે

1 min
196


જળ નું રણ ને મળવું ખૂબ અઘરું હોય છે,

ઉદાસ સાંજ નું ઢળવું ખૂબ અઘરું હોય છે,


મૂરઝાયેલા ફૂલ ને દર્દ વિશે પૂછયું,

ખીલ્યા પછી ખરવું ખૂબ અઘરું હોય છે,


ગૂંગળામણનાં ભારથી શ્વાસ રૂંધાવા લાગે છે,

પલકો ભીંજાવ્યા વિના રડવું ખૂબ અઘરું હોય છે,


શાંતરાત્રિ, ચિક્કાર સન્નાટા, ઘડિયાળની ટકટકટક,

શૂન્યતાની ખીણમાં સબડવું ખૂબ અઘરું હોય છે,


વિચાર્યું હતું વેદના મારી ગઝલ થકી દુનિયા ને કહીશ,

વ્યથા ઉપર પણ 'વાહ વાહ' સાંભળવું ખૂબ અઘરું હોય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance