દોસ્તી
દોસ્તી
વર્ષોની ઓળખનો મળ્યો એક પુરાવો તારામાં,
મિત્ર નામનો મળ્યો અનમોલ સિતારો તારામાં,
તાળાબંધે જકડાય સુનમાન પડ્યો 'તો ઓરડો,
પોતીકો અલગારી પગરવ સંભળાયો તારામાં,
કંઈક ઋણાનુબંધનો ખડકલો રહ્યો હશે બાકી,
લાગણી છલકતો હૈયૈ દરિયો દેખાયો તારામાં,
દુનિયા સમ દેખાડો કરે એ જાણે હોય ખડતલ,
મીણ સરીખો હૃદય ધબકાર અથડાયો તારામાં,
નિભાવવી છે આ દોસ્તી આખરી શ્વાસ લગી,
સાંજ તણા જીવને દોસ્તી તાર ગુંથાયો તારામાં.
