STORYMIRROR

Deviben Vyas

Drama

4  

Deviben Vyas

Drama

ઉડે શબ્દ રંગ

ઉડે શબ્દ રંગ

1 min
605

કોરી લઈ દલડું, ઊડે છે શબ્દ રંગ,

વેરી લઈ દલડું, ઊડે છે શબ્દ રંગ,


તરબોળ થઈ આનંદની ક્ષણ ક્ષણ મઢી,

રંગી લઈ દલડું, ઊડે છે શબ્દ રંગ,


વાચા વિહોણી, વેદનાઓ તરફડે,

તાપી લઈ દલડું, ઊડે છે શબ્દ રંગ,


સળવળ થતી, જે લાગણી ભીની બની,

થામી લઈ દલડું, ઊડે છે શબ્દ રંગ,


ઉન્માદ ને આશા ભરેલી આંખમાં,

વાંચી લઈ દલડું, ઊડે છે શબ્દ રંગ,


તડકો અને છાયા થકી જે અવતરી,

વારી લઈ દલડું, ઊડે છે શબ્દ રંગ,


હરખે રમે સંયોગ, ખેલૈયા બની,

પામી લઈ દલડું, ઊડે છે શબ્દ રંગ,


ધરતી તણાં પ્રેમે શહીદી વ્હોરતાં,

આંજી લઈ દલડું, ઊડે છે શબ્દ રંગ,


કર્મો સ-દિશ ધારણ કરી હરખે કલમ,

રાગી લઈ દલડું, ઊડે છે શબ્દ રંગ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama