STORYMIRROR

Bharat Vala

Drama

4  

Bharat Vala

Drama

રંગ લગાડી જો તું

રંગ લગાડી જો તું

1 min
855

ત્રેવડ છે તો જંગ જગાડી જો તું,

કોરા કાગળ રંગ લગાડી જો તું.


તારું સઘળું આપ મને દિલથી તું,

માયા મમતા મોહ ભગાડી જો તું.


આ રાણી ને લાવ કરી દે અર્પણ,

ધર તારું છે દ્વાર ઉઘાડી જો તું.


જેવું જોવે એજ નથી વર્તુળમાં,

સ્મરણ શ્વાસે રોજ ઉગાડી જો તું.


દોસ્તી જામી નેક "ભરત" દિલ દરિયે,

તારામાં તું જ્યોત જમાડી જોતું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama