ગજબનો રંગારો
ગજબનો રંગારો
અદ્ભૂત સૌંદર્યથી શોભે આ સંસાર નિરાળો !
હે ઈશ્વર ! તું કેવો ગજબનો રંગારો !
પાણીને આપ્યો ન કોઈ રંગ પોતાને,
જેમાં ભળે એનો જ રંગ એ ધરનારું !
હે ઈશ્વર ! તુ કેવો ગજબનો રંગારો !
સોનેરી સૂરજ ને રૂપેરી ચમકતો ચાંદ,
તારલિયાએ ટમટમતું દીસે આ નભ રૂપાળું !
હે ઈશ્વર ! તું કેવો ગજબનો રંગારો !
દિવસ રૂપાળો અજવાળું; રાત કાળી અંધારી,
ને સોનેરી સંધ્યાનો સાંજે અજબ નજારો !
હે ઈશ્વર ! તું કેવો ગજબનો રંગારો !
પાનખરમાં દીસે વેરાન, વસંતે લાગે હરિયાળી,
વળી, વર્ષાએ સજે આ પ્રકૃતિ સોળે શણગારો !
હે ઈશ્વર ! તું કેવો ગજબનો રંગારો !
દરિયાને આપી જેમ ભરતી ને ઓટ,
જીવનમાં પણ આવે એમ ચઢાવ-ઉતારો !
હે ઈશ્વર ! તું કેવો ગજબનો રંગારો !