ચાગ
ચાગ
આંખના દરિયાનો ક્યાં છે તાગ જો,
સરહદે તો નભનો ક્યાં છે ભાગ જો.
દોડ અવિરત રાખતાં મળતા રહે,
જીતવાના કેટલાયે લાગ જો.
સાફ કરતી મનને તો પણ જાતમાં,
ક્યાં છુપાતો એક અંદર દાગ જો.
સાવ ધીમું પણ સતત અંતર બળે,
ઝંખનાના દીપનો એ ઝાગ જો.
ખિલખિલાટે ગૂંજતું ને ખીલતું,
લાગતું આ જગ તો મોટો બાગ જો.
સૂર ઘરમાં ઊઠતા પા પા પગે ,
દીકરીની ઝાંઝરીમાં ચાગ જો.
