STORYMIRROR

Bhavna Bhatt

Inspirational Others

3  

Bhavna Bhatt

Inspirational Others

કપાસ

કપાસ

1 min
865


કપાસ જેવુ જીવન જીવી ગયા,

બીજા માટે જાત ઘસી ગયા.


ના સુંગધ છે ના આકાર છે,

છતાંય બીજાનો આધાર છે.


જાતે પિંજાઈ બીજાના અંગો ઢાંકી ગયા,

જાતે જલીને અજવાળા પાથરી ગયા.


કપાસ માનવજીવનનુ અભિન્ન અંગ છે,

એના વિનાના જીવનની કલ્પના પણ ક્યાં થાય છે !


સફેદ રંગ ધરી દાગ છુપાવી ગયા,

તાર તાર બની ચીર પુરી ગયા.


ભાવના આવુ કપાસ જેવુ જીવન જીવીએ તો !

બીજા માટે આ જાત ઘસી નાખીએ તો !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational