Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chirag Padhya

Inspirational Others

5.0  

Chirag Padhya

Inspirational Others

ગુજરાત

ગુજરાત

1 min
286


શૌર્યશીલ ગુજરાત છે આ ગૌરવશીલ ગુજરાત,

ધન્ય આ ધરાની માટી ધન્ય છે આકાશ,

શૌર્યશીલ ગુજરાત છે આ ગૌરવશીલ ગુજરાત.


સાધુ સંતને ભક્ત તણી આ પુણ્યભૂમિ,

બલિદાનીને માતૃભક્તોની કર્મભૂમિ,

શીશ ઝુકાવી કરીયે માત નમન વારંવાર,

શૌર્યશીલ ગુજરાત છે આ ગૌરવશીલ ગુજરાત.


હિન્દૂ મુસ્લિમ શીખ ઈસાઈની ઐક્યભૂમિ,

નદી ઝરણાંને રણપ્રદેશની સુંદરભૂમિ,

સંસ્કૃતિનો અહીં ખજાનો આસ્થાનો ભંડાર,

શૌર્યશીલ ગુજરાત છે આ ગૌરવશીલ ગુજરાત.


ગુણવંતો ઇતિહાસ શૂરવીરોની ભૂમિ,

જ્ઞાનનો સાગર વહેતો આ જ્ઞાનની ભૂમિ,

દેશ વિદેશમાં ચર્ચા તારી તું છે દેશની જાન,

શૌર્યશીલ ગુજરાત છે આ ગૌરવશીલ ગુજરાત.


ગૌરવ છે અમને અમારી ગુર્જરભૂમિ,

માતૃભાષા છે શાન અમારી ગુજરાતી,

એકસાથે સૌ મળીને કરીયે તારો જયજયકાર,

શૌર્યશીલ ગુજરાત છે આ ગૌરવશીલ ગુજરાત.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational