Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vasudev Barot

Inspirational Others

3  

Vasudev Barot

Inspirational Others

એમને એ ફળી જાય છે.

એમને એ ફળી જાય છે.

1 min
398


આંખને એમ સપનાં મળી જાય છે,

દૂધમાં જેમ સાકર ભળી જાય છે.


ધારણા એટલી ફૂલડાં એ કરી,

કંટકોના લીધે ઘા ટળી જાય છે.


આવતી ના સફળતા ભલે હાથમાં,

કામનું કૈંક તો એ રળી જાય છે.


હસ્તગત છે અમારામાં એ આવડત,

આંખ આ મૂળસોતું કળી જાય છે.


ચાલતા જે રહે ધ્યેયના મારગે,

આખરે એમને એ ફળી જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational