STORYMIRROR

પ્યાર માંગે છે

પ્યાર માંગે છે

1 min
463


એક બીજાથી પ્યાર માંગે છે,

કોણ ઘરમાં દરાર માંગે છે?


એમ નજરો ઊભી છે રસ્તા પર,

કોઈનો ઇંતેજાર માંગે છે


કૈ' સવાલો સવાર માંગે છે.

રાતનો કોઇ ભાર માંગે છે.


હા,સડકમાં વિકાસ દેખાયો,

ગામડા પણ નિખાર માંગે છે.


એક લાંબી કતારથી જાણ્યું,

આંસુઓ સૌ પગાર માંગે છે.


એ અવસ્થા દુકાન પર આવી,

જ્યાં જરૂરત ઉધાર માંગે છે.


લોક 'સિદ્દીક'ની ગઝલ પાસે,

સારા સારા વિચાર માંગે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational