Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

સિદ્દીક ભરૂચી

Classics Inspirational Romance

0  

સિદ્દીક ભરૂચી

Classics Inspirational Romance

આભમાં વિહરવામાં

આભમાં વિહરવામાં

1 min
268

ચાંદ થૈ નીકળ્યો છે, આભમાં વિહરવામાં,

પણ જરાક કાચો છે, એ ગઝલ સમજવામાં.

તમ હજાર પડદામાં, કર્મને છુપાવો પણ,

વાર પણ નહીં લાગે, ભેદ બ્હાર પડવામાં.

સાંજ પડતાં દરવાજા, બંધ થૈ જતા શાને ?

કોઈ અહિંયા આવે છે ચોટલી કતરવામાં ?

વર્ષના દિવસ કરતાં ઉત્સવો વધારે છે,

લોક એમ મૂંઝાયા, પર્વને ઉજવવામાં.

એમને શરમ શાની ? મૂર્ખની રમત રમતાં,

રૈયતોને બહેકાવે, પાટલી બદલવામાં.

વાંચશો તો વંચાશે, બોલશો તો બોલાશે,

કૈ જમાના લાગે છે, એક ગઝલને લખવામાં.

શું ગઝલ વખાણી મેં, ગર્વ થૈ ગયો એને !

ભૂલ એ કરી બેઠો, વાતને સમજવામાં

Rate this content
Log in

Similar gujarati poem from Classics