વધુ છે
વધુ છે
ભલેને આભમાં તારા વધુ છે,
પરંતુ ચાંદને ચિંતા વધુ છે.
સલામત હોય, તે રસ્તે નીકળજો,
તમારી શ્હેરમાં ચર્ચા વધુ છે.
ઘણી આ ખૂબ સુંદર જિંદગીની,
સફરની રાહમાં કાંટા વધુ છે.
જરૂરતથી વધુ રોજી કમાતા,
કુટુંબ નાનું અને શમણા વધુ છે.
મદદ કરનારથી 'સિદ્દીક' વધારે,
ગમોના હાથની સંખ્યા વધુ છે.