જીવનના રંગોની હેલી
જીવનના રંગોની હેલી
નોકરી ધંધો બાજુએ તું મૂક,
પ્રેમ તણો એક દીપ પ્રગટાવી લઈએ..
હાલ દિવાળી કરી લઈએ..
દુઃખના દિવસોનું રોકેટ બનાવી,
આકાશમાં ભગવાનને મોકલી દઈએ,
હાલ દિવાળી કરી લઈએ...
સ્વાર્થનો સુતળી બોંબ બનાવી,
સુખની ફુલજળીથી એને પ્રગટાવી દઈએ..
હાલ દિવાળી કરી લઈએ..
સપનાઓની રંગોળી બનાવી,
એકબીજા સાથે હળીમળીને પ્રેમનો રંગ ભરી દઈએ,
હાલ દિવાળી કરી લઈએ...
મિત્રોને સગાસંબંધીઓ સાથે હાથ મિલાવી,
બધાને "હેપ્પી ન્યુ યર" કહી દઈએ,
હાલ દિવાળી કરી લઈએ...