લક્ષ્મી
લક્ષ્મી
રેલાયો ઘરમાં મધુર રણકાર લક્ષ્મી બની આવી તું,
સરગમના સાત સૂર રેલાયા લક્ષ્મી બની આવી તું.
ભોળી સૂરત માસુમિયત રેલાય લક્ષ્મી રૂપમાં,
જીવનની શ્રેષ્ઠ ખુશિઓ ભરી ઝોલીમાં લક્ષ્મી રૂપમાં.
ગરીબ ઘરમાં પગલાં પાડ્યા લક્ષ્મી રૂપમાં,
તારા પૂનિત પગલે મળ્યું સાચુ સુખ લક્ષ્મી રૂપમાં.
ભાવનાનુ આત્મગૌરવ બની આવી લક્ષ્મી રૂપમાં,
અંધકાર મિટાવી પ્રકાશ રેલાવ્યો લક્ષ્મી રૂપમાં.
કાળજાનો કટકો બની આવી લક્ષ્મી રૂપમાં,
પિતાના હૈયાનો હાર બની લક્ષ્મી રૂપમાં.
જીવનની સાચી દોલત મળી તારા આગમનથી,
તારા પગલે કુળ તર્યું, શોભે ઘર લક્ષ્મી રૂપથી.
