STORYMIRROR

Leelaben Patel

Inspirational Others

3  

Leelaben Patel

Inspirational Others

કોરી કિતાબ

કોરી કિતાબ

1 min
622


સૌને મળે જીવન તણી કોરી કિતાબ,

રંગો ભરે ગમતું લખે સૌ બેહિસાબ.


કુદરતના રંગો ભર ને લખ દિલની લિપી,

સોળે કળાએ તે નિખરતું લાજવાબ.


લાગે અધૂરપ કયાંક મધુરપ અવની પર,

ના હાથમાં એ આવશે ખોટા જે ખ્વાબ.


સંગ્રામ કરશો મનને મનથી જીતવા,

આ સૃષ્ટિમાં પોતે જ પોતાના નવાબ.


રમ જાત સાથે તું ઘણું શું હારજીત,

સંવેદના જો અંતરે એ છે ખિતાબ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational