STORYMIRROR

Bharat Thacker

Inspirational Others

4  

Bharat Thacker

Inspirational Others

આપણી તાપણી

આપણી તાપણી

1 min
566

અલગ અલગ તાપણી અલગ અલગ હુંફથી સંપન્ન છે,

દરેક તાપણીની મજા અલગ આગવી એની તપન છે.


જયારે જયારે કરીએ વિચારોની વ્યવસ્થિત તાપણી,

તેમાંથી સોનેરી સાહિત્યનું થાય સરસ સર્જન છે.


જિંદગીમાં બચપન જેવું નથી હોતું કાંઇ પ્યારું,

બચપનની યાદોની તાપણી કરે મનને હંમેશાં પ્રસન્ન છે.


જિંદગીમાં જોબનીયું હોય છે સૌથી રસવંતુ,

જવાનીની યાદોની તાપણી હંમેશાં રસરંજન છે.


જિંદગીમાં વૃદ્ધાવસ્થાની તમતમતી તપીશ છે,

ભક્તિ કેરી તાપણી જિંદગીનું ઉન્મુલન છે.


સહુથી નોખી તાપણી બની રહે છે સ્મશાનની,

સ્મશાન કેરી તાપણી નવજીવન માટેનું વિસર્જન છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational