સમીકરણ
સમીકરણ
ચાલ, જિંદગીના સમીકરણને થોડું સહેલું કરીએ.
પ્રેમમાં આત્મવિશ્વાસ ભરી તેને વહેતું કરીએ.
સ્નેહના સંબંધમાં થોડું જતું કરીએ.
ચાલ, જિંદગીના સમીકરણને થોડું સહેલું કરીએ.
પ્રેમને વાચા આપી થોડું કહેતું કરીએ .
માફી માંગી ચાલ થોડું જતું કરીએ.
ચાલ, જિંદગીના સમીકરણને થોડું સહેલું કરીએ.