STORYMIRROR

Maitri Shah

Inspirational

4  

Maitri Shah

Inspirational

સમય

સમય

1 min
411

દિલ મારું એવું ઈચ્છે,

      કે કંઈક એવું ખાસ થઈ જાય.

આ રોજ રોજ ના કામથી,

      કંઈક જિંદગી મજેદાર થઈ જાય.


હું મળું લોકોને અને,

      લોકો ભૂલી જાય એવું ના થાય,

હું જીવું એવું કે,

      જિંદગી મજેદાર થઈ જાય.



હું સારા સમયની શોધમાં નહિ,

       પણ સમય મારી શોધમાં લાગી જાય.

મારી કીર્તિ જોઈને,

        દુનિયાને ઈર્ષા થઈ જાય.


હું એવું જીવું કે,

       લોકો મને યાદ કરી જાય.

દિલ મારું એવું ઈચ્છે,

        કે કંઈક એવું ખાસ થઈ જાય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational