મફત
મફત
1 min
720
મફત મફતના મંત્રથી ગુંજે ઘર ઘર આજ,
બાય વન ગેટ વન ફ્રીના બોર્ડ પર લાગે મોટી કતાર.
૨૦% એક્સ્ટ્રામાં ખરીદાય બોટલ પાંચ,
મફત મફતના મંત્ર ગુંજે ઘર ઘર આજ .
સદીઓ પહેલાં મફત લેવામાં લાગતી શરમ અપાર,
પણ આજ નવા યુગમાં મફત ચલાવે રાજ.
ધંધાદારી પ્રોફીટમાં વસ્તી પાગલ થાય,
મફત મફતના બોર્ડથી માર્કેટ ગુંજી જાય.
નામ મારું મફતરામ આપુ સલાહ મફતમાં આજ,
એક ખરીદો વસ્તુ કહું છું, બીજી મળશે મફતમાં આજ.
બાય વન ગેટ વન ફ્રીના બોર્ડ પર લાગે મોટી કતાર,
મફત મફતના મંત્રથી ગુંજે ઘર ઘર આજ.