આદિમાનવથી રોબોટ સુધી
આદિમાનવથી રોબોટ સુધી
1 min
242
ક્યાં હતા આપણે, ને ક્યાં આવી ગયા !
કાલે સાઈકલ પર ફરતા માનવી, ગાડીમાં આવી ગયા.
પાંચ કલાકનો રસ્તો, પાંચ મિનિટનો થઈ ગયો.
ક્યાં હતા આપણે, ને ક્યાં આવી ગયા.
કરી રહ્યા હતા કામ જે માનવી, તે આજે રોબોટ કરી રહ્યા,
જો ને આપણે વિકાસના આ પગથિયાં ચડી રહ્યાં.
પણ, શું આ વિકાસ છે ?
ટેકનોલોજીના વિકાસમાં ખોવાઈ રહી છે માનવતા.
વિજ્ઞાન વિકસે સાધનમાં,
ભૂખે મરતી માનવતા.
બનાવે વિકસિત જગતને,
માનવ ફરતા બેરોજગાર,
ટેકનોલોજીના વિકાસમાં,
ખોવાઈ રહી છે માનવતા.
નાશ પામે જંગલ ઝાડી,
ને વધી રહી છે બીમારી,
ક્યાં હતા આપણે, ને ક્યાં આવી ગયા !
