STORYMIRROR

Maitri Shah

Children Stories

4  

Maitri Shah

Children Stories

ફરી મળીએ કારણ વિના

ફરી મળીએ કારણ વિના

1 min
576

ચાલ દોસ્ત,

ફરી મળીએ કોઈ કારણ વિના,

બધા રચ્યા પચ્યા હસે પોતાના કામમાં,

ચાલને ફરી મળીએ એ ગામમાં.


ફરી રેસ લગાવીએ એકવાર એ બેફામ દોડમાં,

દોડી લઈએ હાર જીતના કોઈ મતલબ વિના,

ચાલને ફરી મળીએ એકવાર કોઈ કારણ વિના.


સંતા કૂકડી રમતા ફરી એકવાર સંતાઈ જઈએ,

દાવ આવવાની સાથે જ ચીટિગ કરીને ભાગી જઈએ,

ચાલને ફરી એકવાર કોઈ કારણ વિના મળી લઈએ.


બપોરે ભેગા થઇએ રમવા અને ફરી એકવાર હસી લઈએ,

મોડી રાત્રે પાડોશીના ઘરનો દરવાજો ખખડાવીને ભાગી જઈએ,

ચાલને ફરી એકવાર એ મજા માણી લઈએ.

ચાલને મિત્ર ફરી એકવાર કોઈ કારણ વિના મળી લઈએ.


કે ક્યાંક તમે એ એસીની ઠંડીમાં,

એ ગરમીની મજાને ભૂલી તો નથી ગયા ને ?

કે ક્યાંક તમે બઉ મોટા તો નથી થઇ ગયા ને ?

ચાલ ને મિત્ર ફરી એકવાર મળીએ કોઈ કારણ વિના.


એ ચિંતા વિનાના જીવનને જીવવા,

રાખીએ સંબંધ કોઈ સગપણ વિના,

ચિંતાઓ બધી મળીએ મૂકી,

ચાલને ફરી મળીએ કોઈ કારણ વિના.


Rate this content
Log in