વિંગ કમાન્ડર અભિનંદન
વિંગ કમાન્ડર અભિનંદન
અભિનંદન, અભિનંદન.
દેશના શુરવીર તને અભિનંદન
દેશના જાબાઝ તને અભિનંદન
દેશના બહાદુર તને અભિનંદન
દેશની શાન તને અભિનંદન
દેશપ્રેમી તને અભિનંદન
અરે ! ફિલ્મમા જોયુ,
આજ તે સત્ય કરી બતાવ્યુ
’’બોર્ડેર ક્રોસિંગ’’ અભિનંદન.
અરે ! તુ તો દુશ્મન દેશમા બોલ્યો
’’હિન્દુસ્તાન જિંદાબાદ"....
અભિનંદન, તને અભિનંદન.
એકઝિટ બટન કલિક્ કરતા બહાર ફેકાયો,
પેરાશુટ ખુલ્યુને, જઇ ચડ્યો, પારકી ધરતી પર,
પારકી પ્રજાને મારવાને બદલે,
ફાયર કર્યુ હવામા.
વાહ, અભિનંદન.
અરે ! તે તો વિદેશી આર્મીને કહ્યુ,
"હુ મારુ નામ જ બતાવુ"
બીજુ હુ ન જણાવી શકુ તમને
માફ કરશો, વાહ અભિનંદન.
છુટ્યો ત્યારે, રિહા થયો ત્યારે
મે જોયો ગરુર ભાઇ, અભિનંદન
ચહેરો તારો ગર્વથી છવાયેલો,
એક કામ કર્યુ બહાદુરી ભર્યુ
અભિનંદન.
ટોર્ચર કર્યા વગર ન રહે
આપણો પાડોશી દેશ, અભિનંદન.
કોશિશ તો સત્ય જાણવા કરી હશે,
પુરી તારા જોડેથી અભિનંદન.
પણ તુ ટસનો મસ ન થયો હોય
એનો મને વિશ્વાસ છે અભિનંદન.
વાહ અભિનંદન.
શબ્દો ખુટે, અભિનંદન
લાગણી ઉભરાય, અભિનંદન
પ્રેમ છલકાય, અભિનંદન
આંખ આંસુથી જ છલકાય, અભિનંદન
આજ મારી કલમ અધુરી, અભિનંદન.
અભિનંદન, અભિનંદન.
