કવિતા એટલે શું
કવિતા એટલે શું
હૃદયમાંથી નીકળતું ઊર્મિઓનું ઝરણું,
દિલનાં ધબકારમાંથી નીકળતા સ્પંદનો,
મૌનમાંથી નીકળતાં અવાજ વગરના શબ્દો,
શબ્દોમાંથી નીકળતી લથબથ લાગણીઓ,
શબ્દોની નિકટતા કે શબ્દોથી દૂરીની ભાવના,
પ્રેમમાં પાડે ક્યારેક દિલની સરવાણીની કવિતા,
ન બોલાય શબ્દો, કલમ લખે કાગળ પર વ્યથા,
કલમથી સજે કવિતા, પ્રેમનાં અક્ષરો મરોડદાર,
દુભાયેલી લાગણીઓ નીતરે અનરાધાર,
વણઉકેલી લાગણીઓની શબ્દોથી લ્હાણી,
દિલમાં ઉમળતા ઝંઝાવાતોનો નીચોડ,
હૃદય અહીં ખાલી કરે, આંસુડાં ચોધાર વરસાદ,
સ્મિતની રેલમછેલ થાય, વદનનું સ્મિત બેમિસાલ.
