પ્રેમ દિવાની હું થઈ ગઈ
પ્રેમ દિવાની હું થઈ ગઈ
સપનામાં નિરખીને તેને,
નિદ્રામાંથી હું જાગી ગઈ,
તેની મસ્ત અદામાં ડૂબીને,
પ્રેમ દિવાની હું થઈ ગઈ,
વૃંદાવનની કુંજ ગલીયોંમાં,
લટક મટક ચાલ તેની જોઈ,
મધુર સ્મિતથી બોલાવી તેણે,
પ્રેમ દિવાની હું થઈ ગઈ,
સાંવરી સૂરત તેની જોઈને,
મનના મોરને નચાવી ગઈ,
લહેરાતું મોરપીચ્છ જોઈને,
પ્રેમ દિવાની હું થઈ ગઈ,
નજર તેની મુજ પર પડતાં,
ઘાયલ બનીને ખોવાઈ ગઈ,
શરમાઈને તેની સામે જોઈને,
પ્રેમ દિવાની હું થઈ ગઈ,
યમુના તીરે લઈ જઈ મુજને,
તેના સાનિધ્યમાં નાચી ગઈ,
મધુર "મુરલી" નાદમાં ડૂબીને,
પ્રેમ દિવાની હું થઈ ગઈ.
