કુદરતનો કરિશ્મા
કુદરતનો કરિશ્મા
સુંદર તારી સૂરત જોઈ મુજને,
પૂનમનો ચમકતો ચાંદ લાગે છે,
કજરાળી તારી આંખો મુજને,
અફિણના નશા જેવી લાગે છે,
લહેરાતી ઝૂલ્ફોની લટો તારી,
મુખ પર આકર્ષક ખૂબ લાગે છે,
ગુલાબી મખમલી અધરો મુજને,
જામની ભરેલી પ્યાલી લાગે છે,
કંચનવર્ણી કોમળ કાયા તારી,
મારા મનને મદહોંશ બનાવે છે,
નિખરતું તારું યૌવન મુજને,
ઈશ્કની જ્વાળા પ્રગટાવે છે,
છૂમ છનનન છૂમ ઝાંઝર તારી,
મારા મનને બાવરો બનાવે છે,
લટકાળી તારી ચાલ મુજને,
ત્ ત્ થે ઈ ત્ ત્ થે ઈ નચાવે છે,
ગજબની છે આ સુંદરતા તારી,
તું હૂશ્નની પરી જેવી લાગે છે,
"મુરલી" તારો દિવાનો છું હું,
તું કુદરતનો કરિશ્મા લાગે છે.

