STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Drama

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Drama

બાળપણની રમત

બાળપણની રમત

1 min
225

ન વિસરાયેલી બાળપણની યાદ,

રમતો અમારી આવે યાદ,

નાનપણમાં અડકો દડકો, ફેરફૂદરડી,

ચકી ઊડે ફર્.... રમતો કેવી મજાની !


ગલીમાં પૈડું ફેરવતા કેવી યાદ !

ધમાલ ગોટો, આંધળો પાટો ને,

સાત તાલીની આવે યાદ !


નાગેલ મોઈ દાંડીયા મજાના,

રમત જાણે ખુશીના ખજાના,

પતંગ જાણે પાંખો ફૂટી,

ઊડી આકાશે કેવી યાદ,


ઠેરી બાકસની છાપ,

માટીનાં જાતે બનાવેલ રમકડાં,

રામામંડળની આવે યાદ,


કૂવો નદીને તળાવ પાળે,

બાળપણ રમે પ્રકૃતિ ખોળે,

સાદગી સમર્પણને ઐક્ય ભાવે,

ગુંથાતા સખડા રમત આવે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama