નવરંગ પ્રેમ
નવરંગ પ્રેમ
મેં તો ઊડાવ્યા છે રંગ મારા પ્રેમના,
તું દોડીને સમાઈ જા મારા દિલમાં,
મેં તો રંગ મહેલ સજાવ્યો તારા માનમાં,
તું દોડીને સમાઈ જા મારા દિલમાં,
રંગ મહેલ ચમકાવ્યો છે મેં, નવરંગી દીપકોથી,
દીવાલો સજાવી છે મેં, રંગબેરંગી કાચોથી,
તારી સૂરત જોવી છે નવરંગી કાચમાં
તું દોડીને સમાઈ જા મારા દિલમાં,
નવરંગી સપના રોજ નિહાળું છું, હું તારા પ્રેમના,
નવરંગી ઘડા ભરીને ઊભો છું, તને પ્રેમથી ભીંજવવા,
ચાલ ડૂબી જઈએ આપણે નવરંગી પ્રેમમાં,
તું દોડીને સમાઈ જા મારા દિલમાં,
તું આવે તો જીવન મારૂં હું, નવરંગી બનાવું,
મારા નવરંગ પ્રેમથી રંગી, તુજને મદહોંશ બનાવું,
દ્વાર ખુલ્લા છે મારા નવરંગી મહેલના,
"મુરલી" દોડીને સમાઈ જા મારા દિલમાં.