STORYMIRROR

Aniruddhsinh Zala

Drama

3  

Aniruddhsinh Zala

Drama

રંગભૂમિનો મહાન રચયિતા

રંગભૂમિનો મહાન રચયિતા

1 min
135

રંગભૂમિનો રચયિતા જૂવો કેવા ખેલ રચાવે છે 

માનવને માનવ સાથે મિલાવે, અને ભરપૂર હેત છલકાવે છે....

કદીક પ્રગટાવે પ્રેમ માનવ, તો કદીક નફરત જલાવે. 

રંગભૂમિનો રચયિતા તો ભીતર પ્રેમજળ છલકાવે છે. 

માનવને માનવ સાથે મિલાવે, અને ભરપૂર હેત છલકાવે છે....

વિશ્વરૂપી રંગમંચ બનાવી, જીવનદોરી પકડી હાથ

ધરતીરૂપી મંડપ બનાવી, નાટક કેવું ભજવાવે છે. 

માનવને માનવ સાથે મિલાવે, અને ભરપૂર હેત છલકાવે છે....

અજીબ કુતુહલ સર્જતો કેવું, માનવ જાણે આ હું કરું 

કરતલ બીજો કોઈ જગમાં, સદા એ વાત ભૂલાવે છે. 

માનવને માનવ સાથે મિલાવે, અને ભરપૂર હેત છલકાવે છે....

સૂર્ય, ચાંદને તારાં બનાવી, મંડપ કેવો સજાવે મસ્ત 

પવન, ગરમી, વરસાદ વરસાવી, દ્રશ્ય નીટ નવા સર્જાવે છે.

માનવને માનવ સાથે મિલાવે, અને ભરપૂર હેત છલકાવે છે....

ભવસાગરે ભટકતા મેલી, માનવને કેવા નચાવે નાચ 

'રાજ ' સમર્પિત ભક્તોને, એ સત્ય સાચું પણ સમજાવે છે.

Rate this content
Log in

Similar gujarati poem from Drama