ઈશ્કની શાયરી
ઈશ્કની શાયરી
શાયરી લખું છુંં હું તારા ઇશ્કની,
વાંચવાનું કદી તું ભૂલતી નહીં,
જો શાયરી મારી તને સમજાય તો,
મને મળવાનું તું ભૂલતી નહીં,
શાયરીમાં પ્રેમનો એકરાર કરૂં છું,
સ્વિકારવાનું તું ભૂલતી નહીં,
તારા પ્રેમ માટે કાબિલ સમજીને,
દિલમાં વસાવવાનું ભૂલતી નહીં,
શાયરીમાં તારી સુંદરતા છે વ્હાલી,
મદહોશ બનાવવાનું ભૂલતી નહીં,
તારા યૌવનનો દિવાનો શાયર છું,
યૌવનમાં ડૂબાડવાનું ભૂલતી નહીં,
શાયરી તને ગમી જાયતો "મુરલી"
બાંહોમાં સમાવાનુંં ભૂલતી નહીં,
શાયરી લખું તારો મજનું બનીને,
લૈલા મારી બનવાનું ભૂલતી નહીં.

