STORYMIRROR

Rutambhara Thakar

Drama

3  

Rutambhara Thakar

Drama

મમતા

મમતા

1 min
624

હું એક મૉં છું, 

ના પૂછશો મમતા વિશે,

હું આખો સમાં છું, 

ના પૂછશો ગમતા વિશે...!


મારૂં તો આખુંય વિશ્વ 

જ મારા બાળકો, 

હું એમનાથી જ ઘેરાયેલી એજ 

મારાં ધારકો...!


મારી મમતા જ 

મારી મમ્મત,

અંદરથી તૂટેલી હોઉં 

તોય કરૂં એમની 

મરામત....!


બાળકોની આસપાસ 

જ વીંટળાયેલી 

વેલ છું, 

ક્યારેક રૂક્ષ,

ક્યારેક નમણી 

નાગરવેલ છું...!


મારી મમતા હંમેશા 

જ બને છે દૂઆ, 

આવતાં દરેક વિઘ્નો

બને છે મૂંઆ....!


હું મૉં છું, 

ના કરશો મારી 

મમતાનાં આંકલન,

મારા બાળકો જ

મારા સમગ્ર  

જીવનનું સંકલન....!


મારા બાળકોની...

હું જ રમા,

હું જ વ્યોમા,

હું જ જીવન વિમા,

મારી જમાપુંજી

મારા બાળકોને

ઘણી ખમ્મા...

ઘણી ખમ્મા...!


Rate this content
Log in

Similar gujarati poem from Drama