ત્રીજા ફાગણે હું
ત્રીજા ફાગણે હું
ત્રીજા ફાગણે હું નાની હતી,
તેથી કેસૂડાથી હતી અજાણી.
ત્રીજા ફાગણે હું..
થોડા ફાગણ મેતો ગાળ્યા રમતમાં,
કાદવ કીચડ ઉછાળતી ગેલમાં.
ત્રીજા ફાગણે હું..
ખજૂરના ઠળિયાને ભેગા કરીને,
હું તો રમતી ઘોડી ઘોડી.
ત્રીજા ફાગણે હું..
થોડા ફાગણ હું રાત્રે નીકળતી,
કાંસડો વાળીને હું છાણા ચોરતી.
ત્રીજા ફાગણે હું..
તાવડીની મેશ અને ગાયનું છાણ લઈ,
કોઈના ગાલે ઘસીને તળાવમાં ભૂસકો મારતી.
ત્રીજા ફાગણે હું..
એક ફાગણ હું નીકળી શોધમાં,
ત્યાં નીકળ્યો કેસૂડો ખેતર ને સીમમાં.
ત્રીજા ફાગણે હું...
હતો રંગીલો કામણગારો ભભકાનો નહીં પાર,
પીસીને પીસીને જાણ્યો તો ખરો ફાગણ મારો આજ.
ત્રીજા ફાગણે હું...
