બચપણ
બચપણ
નીલ ગગનથી નાતો કરીએ
ચાલ પંખી સાથે વાતો કરીએ,
પકડા પકડી, ઘર ઘર રમીએ
ચાલ શેરી ગલીમાં દોડ્યા કરીએ,
જંગલ ઝાડી ને ખેતરમાં ફરીએ
ચાલ બળબળતા ઉનાળે બળીએ,
નદી, તળાવ, નાળામાં રમીએ
ચાલ ઠંડીમાં સૌ તાપણી કરીએ,
તૂટેલી ચીજોમાંથી ગાડી કરીએ
ચાલ ફરીથી ઈજનેર બનીએ,
વાગેલા પર પાંદડાને માટી ઘસીએ
ચાલ ફરી આપણે ડૉકટર બનીએ,
ઢીંગલા ઢીંગલી ગાભાંના કરીએ
ચાલ મંડપ રોપી લગન કરીએ,
રમતાં ભમતાં ગમ્મત કરીએ
ચાલ થેલી લઈને ભણવા જઈએ,
'વાલમ' પુરાની યાદો તાજી કરીએ
ચાલ બચપણને યાદ કરીએ.
