STORYMIRROR

Dipakbhai Makwana

Drama Tragedy Others

3  

Dipakbhai Makwana

Drama Tragedy Others

વિધવા

વિધવા

1 min
200

વિધવા ઉપર વા ફૂંકાયો,

ઊડી ગયો લાલ ચાંદલો ને સફેદ રંગ મારા ઉપર ઢોળાયો,


ચાલ્યો ગયો મારો પડછાયો,

દુનિયાને હવે નથી ગમતો મારો ઓછાયો,


કોઈ શંકાની નજરે ડોકાયું,

કોઈ વાસના ભરી આંખોથી ડોકાયું,


વિધવા નારીને શુકનમાં થાય જાકારો,

પુરુષ વિધુર થાય ત્યારે દુનિયાને કેમ આવું ના દેખાયું,


સફેદ વસ્ત્રમાં બેઠેલી સિંહણનું રૂપ હવે મને દેખાયું,

વિધવા મટી વીરાંગના બનવું હવે મને સમજાયું,


આવી પડેલી આફત સામે ત્રાડ પાડી પડઘો હવે સંભળાવું,

ચેતી જાજો દુનિયા વાલો હવે વિધવાનાં અપમાન સામે મોરચો મંડાયો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama