ઉડતા પાન
ઉડતા પાન
1 min
404
ખીલે ૠતુરાજ શતપાંખડીઓ શરમાય,
કોમળ પંખુડીઓ સાજ સજી હરખાય.
લીલાછમ પર્ણ ઝૂમી ઝૂમી લહેરાય,
પૂરબહાર વસંતે યૌવનધન છલકાય.
રંગબેરંગી ફૂલો કેરાં બાગ સદા મહેંકાય,
ફળ ફૂલ લચકેને ગુલશન મહોરાય.
વળી પાનખરે બાગબાન કેરા દિલ દુભાય,
ખરેલા પાકટ ને પીળા, ઉડતા પાન કચડાય.
આવે ફરી ઋતુને, વસંતના વધામણા થાય,
આવનજાવનનાં ખેલ સમજાય એને સમજાય.
