અવ્યક્ત લાગણી
અવ્યક્ત લાગણી
તમે જ્યાં હાથ મેળવ્યો કે જીવનમાં બહાર આવી ગઈ,
તમે જેવો સાથ છોડી દીધો કે જીવનમાં પાનખર છવાઈ ગઈ.
લાગણીઓને વ્યક્ત કરવાની ક્ષણે ખામોશી છવાઈ ગઈ,
ખામોશીમાં થયેલી અવ્યક્ત લાગણી શૂન્યાવકાશ સર્જાવી ગઈ.
મૌનની પળોમાં આપોઆપ એ વાત સ્વીકારાઈ ગઈ,
ખાનગી એવું બંધન નહોતું તોયે વાત ફેલાઈ ગઈ.
સપનાને સાકાર કરવાની ક્ષણે રાત રેલાઈ ગઈ,
આંખોના ઈશારે કહેવાની ક્ષણે વાત ભૂલાઈ ગઈ.