jagruti Trivedi

Others

3  

jagruti Trivedi

Others

કાનુડાની ખોજ

કાનુડાની ખોજ

1 min
191


શોધી રહી'તી હું તો, 

ગોકુળની કુંજગલીઓમાં ... 

કયાંયે નહીં કળાયો મારો, 

 છેલછબીલો કાનુડો,


બેઠી 'તી હું તો જમનાને તીરે,

 ખળખળ વહેતા નીર નીરખતી...

કયાંય ઝીલાય નહીં મારા 

વાલમના પ્રતિબિંબની ઝાંખી,


વનની વનરાઈમાં ભટકતી,

હું તો તરુએ તરુએ શોધી રહી ... 

 કદંબવૃક્ષનાં ઝૂલતાં પર્ણરવમાં, 

 કયાંયે ન સૂણાય એની મોરલીના સૂર,


આકુળ વ્યાકુળ હું તો ચોગમ ભમતી,

મારા પ્રાણજીયારાની ખોજમાં...

ક્યારે આવી વસ્યો મારા દલડામાં ?

તે ના કળાયું કદી ભાનમાં.


Rate this content
Log in