jagruti Trivedi

Abstract

3  

jagruti Trivedi

Abstract

સર્જનની નૂતન કેડી

સર્જનની નૂતન કેડી

1 min
196


પ્રયાસ આદર્યો અંતર ઊલેચવા,

કહી ગયો થોડા માહેં ઘણું સહજ,


સંજોગોથી હારી થાકી સર્જાઈ,

નૂતનકેડી અંતે નવ સર્જન થકી,


પ્રગટી ઊઠી સરવાણી ગંગોત્રીની,

થયું પરિવર્તન મુજમાં નવચેતનાનું,


તાદ્રશ થયું મંગલનું માંગલ્ય ને

વિસર્જનનું કારુણ્ય,


સિદ્ધ થયું કાવ્યત્વ જ્યારે શબ્દની ધારે આવ્યો વળાંક


રણકી ઊઠ્યા શબ્દો લયબધ્ધ પંક્તિઓમાં

રણઝણી ઊઠ્યાં તાર સૂરના પાયલથી,


કોશિશ કરી જાણી જરીક અમે શું !

રચાયું અણધાર્યું સાહિત્યિક નવનિર્માણ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract