STORYMIRROR

Arti Jagda

Romance

4  

Arti Jagda

Romance

ઉત્સવ

ઉત્સવ

1 min
295

આ તે કેવો જોલો આવી ગયો ?

દિલ ને મારા હચમચાવી ગયો,

લો ફરી તારી યાદનો ઉત્સવ આવી ગયો,


તન મનને મારા મહેંકાવી ગયો,

પ્રેમનો મીઠો વાયરો લહેરાવી ગયો,

લો ફરી તારી યાદનો ઉત્સવ આવી ગયો,


આંખોમાં તારી યાદનો,

અનરાધાર વરસાદ આવી ગયો,

લો ફરી તારી યાદ નો ઉત્સવ આવી ગયો,


રંગબેરંગી મૌસમમાં મને,

યાદ તારી અપાવી ગયો,

લો ફરી તારી યાદનો ઉત્સવ આવી ગયો,


મીઠા મીઠા સુગંધી વાયરાનો,

સ્પર્શ આત્મા માં ભળી ગયો,

લો ફરી તારી યાદનો ઉત્સવ આવી ગયો,


.હજૂ તો મેં પાંપણ ઝુકાવી ત્યાંજ,

આંખોમાં સમાઈ ગયો,

લો ફરી તારી યાદનો ઉત્સવ આવી ગયો,


મારુ દિલ તારી યાદમાં ચકચૂર,

તને યાદ કરવા  હું મજબૂર ,

પ્રેમનો સંદેશો દેવા આવી ગયો,

લો ફરી તારી યાદનો ઉત્સવ આવી ગયો,


શોધુ તને હું બધામાં બેચેન હું તારી રાહમાં,

મારી નજરોમાં તારી ચાહની તડપ દેખાડી ગયો,

લો ફરી તારી યાદનો ઉત્સવ આવી ગયો,


આંખોની ભાષા સમજ દિલની વાચા સમજ,

મારી પ્રેમની પરીક્ષા લઈ ગયો,

લો ફરી તારી યાદનો ઉત્સવ આવી ગયો,


આમ તો "આરતી" યાદ કરે છે તને,

હરપલ, હરક્ષણ, બેહદ જ,

પણ દિલમાં મારા અનહદ,

લાગણીનો સમુદ્ર ઊભરાઈ ગયો,

લો ફરી તારી યાદનો ઉત્સવ આવી ગયો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance