STORYMIRROR

Geeta Thakkar

Romance

4  

Geeta Thakkar

Romance

મેઘલી રાતમાં

મેઘલી રાતમાં

1 min
398

વીજળી ત્રાટકે મેઘલી રાતમાં,

યાદ ચમકે પછી ચિતનાં ચોગાનમાં,


વેદના થાય વસમી વિરહની ઘણી,

વાદળીઓ વરસતી ઘણી આંખમાં,


વાદળો દોડતાં જ્યાં ખુશીઓ તણાં,

પળ મિલનની મલકતી સૌ ઉર આભમાં,


નાચતો ખૂબ મનમોર આનંદથી,

ના રહેતો જરા પણ પછી ભાનમાં,


ને તડાકા ભડાકાનાં સંગાથમાં,

મેઘરાજા કરે આગમન શાનમાં,


ચુંદડી લીલીછમ પ્હેરીને શોભતી,

સોળ શણગાર ધરતી સજે માનમાં,


સ્નેહ સાગરમાં છલકે બધી લાગણી,

ત્યાં ગઝલ "ગીત" ભીંજાય વરસાદમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance