લાગણી
લાગણી
જીવનને જીવતા એવું શીખી ગયો છું,
જાણે સૂરજને પ્યાલો ભરી પી ગયો છું.
હતા હૃદયે કેવા ઉમંગો,
એ ઉમંગથી દરેક હૃદયે ભળી ગયો છું.
હતા મઝધારે પ્રચંડ તોફાનો,
તોય જોને તરી ગયો છું.
ખોવાયો હતો કેવો આ દુનિયાની ભીડમાં
તોય ખુદને એકાંતે જડી ગયો છું.
લાગણી ભાળી આ તો હૃદયે,
એટલે તો પ્રેમમાં પડી ગયો છું.
આતો નજરની નજરબંધી,
એટલે તો નયનને અશ્રુ થકી મળી ગયો છું.
તારું મારુ ને પછી આપણું કેવું સગપણ,
બસ એક લાગણીએ હૃદય ધરી ગયો છું.

