STORYMIRROR

Rekha Patel

Romance

4  

Rekha Patel

Romance

આભ

આભ

1 min
420


મને એકલી મૂકીને તમે ક્યાં ચાલ્યાં વરસાદમાં, 

વરસે જુઓ ધોધમાર ને થાય વિયોગ, ને મને તારી યાદ આવે, 


આ ઘનઘોર અંધારી રાતડી, ને વીજળીના ચમકારમાં, 

આ વરસાદમાં જોઉં આભ ધરાનું મિલનને મને તારી યાદ આવે, 


લીલી ઓઢણી ઓઢીને ધરા બની ગઈ નવોઢા, 

લીલી કૂંજાર વનરાજીઓ વચ્ચે તારી યાદ આવે, 


નેવેથી ટપકતી ધાર જેમ આંસુઓ મારાં કોઈ ન જુએ,

હળું હળું ધબકતાં દિલનાં ધબકારમાં તારી યાદ આવે, 


નેહ નીતરતાં નેણલાં ને કાજળભરી આંખડી, 

પિયુની યાદમાં રુંવે સારી રાતડી, મને તારી યાદ આવે, 


"સખી" સૂનાં આ ઓરડા ને સૂનો આ ઢોલિયો, 

પડ્યો છે સાત જન્મનો વિયોગ મને ને તારી યાદ આવે.


Rate this content
Log in