આવરણ
આવરણ
1 min
556
પાનખર સંગે વ્યથા બદલાય છે,
આગમન માટે તૃષા ભરમાય છે.
પ્રેમમાં તારા રિબાઉ છું હવે,
મુજ હદયમાં આગ શું જળવાય છે.
રંગ રૂપે તું મને છે પ્રિય પણ,
ગામમાં એ વાત કાં ચર્ચાય છે ?
આજ યૌવન જોઈ ઉપવન કયાં જશે,
ફૂલ તો કૂંપળ મહીં કરમાય છે.
એકપાત્રી છે અભિનય તે છતાં,
જિંદગીનું સ્ટેજ કાં ઉભરાય છે ?
છેતરાશે મૃગજળે આ દિલ ફરી,
ને તરસ રૂપે જીવન વહી જાય છે.
