STORYMIRROR

Priti Bhatt

Others

3  

Priti Bhatt

Others

ચોમાસું ઘેરાય છે..!

ચોમાસું ઘેરાય છે..!

1 min
27.6K


ચોમાસું ઘેરાય છે!
હૈયું 'ભીંનું..!ભીંનું..!' કેવું થાય છે,
મારી આંખોમાં ચોમાસું ઘેરાય છે.
આજ હોઠો પર ઝૂમે છે બંસરી,
ને મીઠી મીઠી યાદો કેવી મેં મંતરી.
મન ઉપવનમાં પડ્યો તો દુકાળ,
ઘનઘોર ઘટા જોઈ ફૂટી છે મંજરી!
માટીની મહેંકે, સુગંધ તારી ફેલાય છે,
હૈયું 'ભીંનું..!ભીંનું..!'કેવું થાય છે.

બારી ખોલુંને વર્ષો કરે છબછબ,
એ જોઈ ભીતરે થાય ધબધબ.
મનમાં આજ મિલનની છે હેલી,
કિન્તુ નકાર ના કરે છે તું કરતબ.
અશ્રુ સાથ મેઘ ફોરાઓ રેલાય છે,
હૈયું 'ભીંનું..!ભીંનું..!' કેવું થાય છે.

વીજળી નાદે આભ વર્ષે દમદાર,
થઇ ગયો ચારેકોર જળબંબાકાર,
મુજ વેદનાની વ્યથા દેખી રોયે વાદળી,
તુજ મનમાં ના વ્યાપે એક ધબકાર?
જો ને દિલમાં સપ્તરંગો ફેલાય છે!
હૈયું 'ભીંનું..!ભીંનું..!' કેવું થાય છે.


Rate this content
Log in