STORYMIRROR

Dilip Chavda

Others

3  

Dilip Chavda

Others

બચી ગયો તું

બચી ગયો તું

1 min
13K



જેને હું સમજ્યો દરિયો,

એના જીવનરૂપી ખારાશથી બચી ગયો તું


જેને હું સમજ્યો શીતળ છાયા,

એના ભવરમાં થીજતા બચી ગયો તું


જેને હું સમજ્યો ચાંદ,

એના કાળા ડાઘથી બચી ગયો તું


જેને હું સમજ્યો ફૂલ,

એના કંટકના દર્દથી બચી ગયો તું


જેને હું સમજ્યો વરસાદ,

એની કડાકાભેર વીજળીથી બચી ગયો તું


જેને હું સમજ્યો સૂરજનું કિરણ,

તેના તાપથી વિંધાતા બચી ગયો તું


ભલે નિષ્ફળતા મળી ‘દિલિપ’ પ્રેમની પરીક્ષામાં,

જીવનની પરીક્ષામાં નાપાસ થતા બચી ગયો તું


જો જે ‘દિલુ’ લોકો પાછા ના કહે ક્યાં ફસી ગયો તુ,

નહિતર પાછી લખવી પડશે કવિતા


Rate this content
Log in