અવસર
અવસર


ટાપીને બેઠો છે અવસર,
તું બસ આગળ વધવાનું કર.
ખાલીપો ઉભરાયો છે તો,
કરવો પડશે રસ્તો ભીતર.
છોને આવ્યો જગમા રડતો,
હસવાનો એક ચીલો ચાતર.
સપના જૂએ છે દર્પણ પણ,
દુનિયા ઊભી છે લઈ પથ્થર.
આંસુ સીંચ્યા આંખોમાં તો,
પીડા ઊગી દિલની અંદર.
આડાઅવળા શેરોમાં તો,
ફેરવવું પડશે બુલડોઝર.